ભારતમાં કાર્યરત Global Fashion Brands ને GST માં બદલાવને લીધે મોટો ફટકો પડવાની આશંકા.
ભારતમાં કાર્યરત Global Fashion Brands ને GST માં બદલાવને લીધે મોટો ફટકો પડવાની આશંકા.
Published on: 06th September, 2025

GST ટેક્સ સ્ટ્રકચરમાં ફેરફારથી Zara, Levis Strauss અને Lacoste જેવી Global Fashion Brands ને ફટકો પડી શકે છે. 29 ડોલરથી વધુ કિંમતના વસ્ત્રો પર ઊંચા વેરાથી કંપનીઓ મુઝવણમાં મુકાઈ ગઈ છે. પ્રીમિયમ એપરલ સેગમેન્ટ વસ્ત્ર ઉદ્યોગના 18% હિસ્સો ધરાવે છે અને અંદાજે 70 અબજ ડોલરનો કારોબાર છે. 2500 રૂપિયાથી ઓછી કિંમતના એપરલ પર 5% અને તેનાથી વધુ કિંમતના વસ્ત્રો પર 18% ટેક્સ વસૂલાશે.