નવ મહિનાના બાળકના ગળામાં મચ્છી ફસાઈ: 108 EMTએ બેક બ્લો આપી જીવ બચાવ્યો.
નવ મહિનાના બાળકના ગળામાં મચ્છી ફસાઈ: 108 EMTએ બેક બ્લો આપી જીવ બચાવ્યો.
Published on: 07th September, 2025

વાગરામાં નવ મહિનાના બાળકના ગળામાં મચ્છી ફસાઈ, લોહીની ઉલટી થતા CHC વાગરાથી 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ભરૂચ રીફર કરાયો. EMT સોનલ માલીવાડે ડો. કુરેશીની સલાહથી 15-20 મિનિટ બેક બ્લો આપી, ફસાયેલી મચ્છી બહાર કાઢી. શ્વાસ લેવામાં રાહત થતાં ઓક્સિજન સપોર્ટ સાથે ભરૂચ ખસેડાયો. EMT સોનલની કામગીરીથી બાળકનો જીવ બચ્યો.