આયુષમાન કહે છે: બોલિવુડ અને સાઉથ સામસામે નહિ, પરંતુ સાથે સાથે જ છે.
આયુષમાન કહે છે: બોલિવુડ અને સાઉથ સામસામે નહિ, પરંતુ સાથે સાથે જ છે.
Published on: 18th July, 2025

છેલ્લાં કેટલાંક વર્ષોથી બોલિવૂડ નબળું પડતું જાય છે એવી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આયુષમાન ખુરાનાને લાગે છે કે આ વિચારસરણી અયોગ્ય છે. 'પઠાણ', 'જવાન' અને 'એનિમલ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી હોય ત્યારે તે કાચી પડી રહી છે એમ શી રીતે કહેવાય? આપણે ત્યાં વિવિધ ફિલ્મોદ્યોગો એક થઈ રહ્યા છે અને કલાકારો માટે આ શ્રેષ્ઠ સમય છે.