Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
હોળી - ધુળેટી
હોળી - ધુળેટી

     ઋતુરાજ વસંતના આરંભે ઉજવાતું ધુળેટીનું પર્વ એટલે રસ, રાગ, હર્ષ, હેત અને પ્રીતની અનુભૂતિનો રંગોત્સવ, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળ વગેરેમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો હોળીના તહેવારની ઘણીબધી કથાઓ પ્રચલિત છે, પરંતુ તેમાં હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા પ્રહ્લાદ અને હિરણ્યકશ્યપુની શક્તિશાળી દાનવરાજ હિરણ્યકશ્યપુ કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે. જ્યારે તેમના જ દીકરા પ્રહ્લાદ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. પ્રહ્લાદ ભગવાન વિષ્ણુના આરાધક હતા અને તેમની ભક્તિ દ્વારા તેમણે હોલિકાદહનના પ્રસંગે ઈશ્વર પ્રત્યેની તેમની દ્રઢ શ્રદ્ધા અને આસ્થાનાં દર્શન કરાવ્યાં હતાં, જેથી હોળીનું આધ્યાત્મિક મહત્વ પણ ખૂબ વધી જાય છે.     આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર' પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને ‘હુતાસણી'થી ઓળખવામાં આવે છે અને એમાંય આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનનો આ મુખ્ય તહેવાર છે. રાજસ્થાની લોકો હોળી માટે એવું કહેતા હોય છે કે “દીવાળી તો અટેકટે, પણ હોળી તો ઘરે જ.”     માનવમન સદા રંગોની આસપાસ રમતું રહે છે. રંગબેરંગી રંગથી એકબીજાને રંગવાનો તહેવાર એટલે હોળી. ફાગણ, વસંત અને હોળી એમ આ ત્રિવેણી સંગમ છે. આ ઉત્સવ ફાગણ માસમાં આવતો હોવાથી તેને ફાલ્ગુનિક પણ કહે છે. સંસ્કૃતમાં શેકેલા અનાજને હોલક કહે છે. આમ, હોલક પરથી “હોળી” શબ્દ આવ્યો છે. મહારાષ્ટ્ર અને કોંકણમાં હોળીને 'શીંગુ' કહે છે.     હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લત્તાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નીકળે છે, આવા લોકોને ઘેરૈયાઓ કહેવાય છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણાં અને લાકડાં ગોઠવીને હોળી પ્રગટાવવામાં આવે છે.     લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ, ધાણી, ખજૂર, દાળિયા વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું પૂજન કરે છે. ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.     ભારતમાં ઉજવાતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે, પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ પણ છે.     વર્ષનો આ સમય વસંતઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં હોય છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઊઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે, જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે. એટલે તો હોળીને 'દોલયાત્રા' કે ‘વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળીમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા જેવા મનના દોષો સાથે ખરાબ વાણી અને ખરાબ કર્મોનાં દૂષણો હોમી દેવાય છે. આ પાવન પર્વ પર અહંકાર, અપેક્ષાઓ અને દરેક નકારાત્મક વસ્તુને હોળીના અગ્નિમાં બાળી નાખી અને આ પવિત્ર તહેવારનો આનંદ લોકો દિલથી માણે છે.     રંગોનો આ તહેવાર સૌના પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે છે.

04th March

Read more
હોળી - ધુળેટી
04th March

     ઋતુરાજ વસંતના આરંભે ઉજવાતું ધુળેટીનું પર્વ એટલે રસ, રાગ, હર્ષ, હેત અને પ્રીતની અનુભૂતિનો રંગોત્સવ, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળ વગેરેમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો હોળીના તહેવારની ઘણીબધી કથાઓ પ્રચલિત છે, પરંતુ તેમાં હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા પ્રહ્લાદ અને હિરણ્યકશ્યપુની શક્તિશાળી દાનવરાજ હિરણ્યકશ્યપુ કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે. જ્યારે તેમના જ દીકરા પ્રહ્લાદ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. પ્રહ્લાદ ભગવાન વિષ્ણુના આરાધક હતા અને તેમની ભક્તિ દ્વારા તેમણે...

Read more
ગુડી પડવો
ગુડી પડવો

ચૈત્ર સુદ એકમ ભારતના ઘણા વિસ્તારોમાં નવા વર્ષના પ્રારંભનો દિવસ છે. આ દિવસ મહારાષ્ટ્રમાં ગુડી પડવો, કર્ણાટકમાં યુગાડી અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉગાડી તરીકે ઊજવવામાં આવે છે. જ્યારે ગોવા અને કેરળમાં કોંકણી સમુદાયના લોકો તેને સંવત્સરી પડવાના નામથી પણ ઊજવે છે. આ દિવસે ઘરની બહાર ગુડી બાંધવાની પરંપરા છે. ગુડી અને પડવો શબ્દમાં ગુડીને પતાકા અથવા ધ્વજ કહેવામાં આવે છે. જ્યારે પડવો શબ્દ પ્રતિપદા (એકમ) તિથિ સાથે સંબંધિત છે. ગુડી પડવાના તહેવારની ઉજવણી પાછળ માત્ર નવા વર્ષની શરૂઆત જ નથી, પરંતુ તેની સાથે કેટલીક દતકથા જોડાયેલી છે. રામાયણની ધાર્મિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે, આ દિવસે મર્યાદાપુરુષોત્તમ શ્રીરામે દક્ષિણ ભારતના લોકોને વાનરરાજ વાલીના શાસનમાંથી મુક્તિ અપાવી હતી. તે સમયે દક્ષિણ ભારતના લોકોએ દરેક ઘરમાં વિજય ધ્વજ લહેરાવ્યો હતો, જે પાછળથી ગુડી પડવાના તહેવારમાં ફેરવાઈ ગયો હતો. જોકે, લોકો નવા પાકની ઉજવણી માટે પણ આ તહેવાર ઊજવે છે. એવું પણ માનવામાં આવે છે કે પુરાણો મુજબ બ્રહ્મદેવે આ સૃષ્ટિ ચૈત્ર સુદ એકમ (પ્રતિપદા)ના દિવસે નિર્માણ કરી હતી. ચૈત્ર સુદ એકમના દિવસનું મહત્વ દર્શાવતી બીજી બાબતો આ મુજબ છે: . આ દિવસે મહાન જ્યોતિષ આચાર્ય અને ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યએ સૂર્યોદય, સૂર્યાસ્ત, દિવસ, મહિના અને વર્ષની ગણતરી કરીને પંચાંગની રચના કરી હતી. . આ દિવસે સતયુગની શરૂઆત થઈ હતી અને શ્રીહરિ વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. . વિશેષમાં ચૈત્ર સુદ એકમે પ્રભુ શ્રીરામ તથા યુધિષ્ઠિર બન્નેનું રાજ્યારોહણ થયું હતું. . આજ દિવસે ગુપ્તસમ્રાટ વિક્રમાદિત્યે શકોને હરાવીને વિક્રમ સંવતની શુભ શરૂઆત કરી હતી. . શાલિવાહન નામના કુંભારના પુત્રે માટીની સેના બનાવીને તેમાં પ્રાણ પૂરીને શત્રુઓની સામે વિજય મેળવ્યો હતો. આ વિજયના પ્રતીકરૂપે જ આ દિવસથી નવા સંવતનો પ્રારંભ થાય છે અને નવુ પંચાંગ પણ શરૂ થાય છે. હિંદુ કાળગણના પ્રમાણે શાલિવાહન શકની શરૂઆત આ દિવસથી થાય છે. ગુડી પડવો એ વર્ષનાં સારા ત્રણ મુહૂર્ત પૈકી એક સારું મુહૂર્ત માનવામાં આવે છે. ગુડી પડવાના દિવસે સવારે આંગણામાં ઘરની સામે ગુડી ઊભી કરવામાં આવે છે. વાંસના ઉપરના ખૂણા તરફ સાડી અથવા ઝરીનું વસ્ત્ર, હારડો, ફૂલોની માળા અને લીમડાનાં પાન લગાવીને એની ઉપર તાંબાનો લોટો ઊંધો મૂકવામાં આવે છે. મહારાષ્ટ્રના ગામડાંઓમાં ઘરના આંગણામાં ગાયના છાણથી લીપણ કરીને તેના પર રંગોળી તૈયાર કરી પાંચ પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરાય છે. ગુડીની ષોડશોપચાર (સોળ ઉપચાર) પૂજા કરવામાં આવે છે. આ દિવસે લીમડાનાં કુમળાં પાન ખાવાની પ્રથા છે. તેમજ આ દિવસે લીમડો નાખીને તૈયાર કરવામાં આવેલ પ્રસાદ લેવા પાછળ પણ વિજ્ઞાન છે. લીમડાનાં પાન, ફૂલ, ચણાની પલાળેલી દાળ, જીરુ, હિંગ, આંબલી, ગોળ, મીઠું અને મધ નાખીને પ્રસાદ અને ચટણી તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે આ પ્રસાદ લેવાથી શરીરમાં શક્તિનું નિર્માણ થાય છે. ઊર્જા પ્રાપ્ત થાય છે અને આપણે આખું વર્ષ નિરોગી રહીએ છીએ. આ દિવસે વિવિધ જગ્યા પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. આ જ દિવસે મહારાષ્ટ્રના લોકો નવી વસ્તુઓની ખરીદી કરે છે. જેમકે, વાહન, કપડાં અને સોનું, તેમજ ગૃહપ્રવેશ અને નવો વ્યવસાય કે ઉપક્રમ પણ આરંભ કરવામાં આવે છે. ગુડી પડવો એ વિજય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.

19th March

Read more
ગુડી પડવો
19th March
ચૈત્ર સુદ એકમ ભારતના ઘણા વિસ્તારોમાં નવા વર્ષના પ્રારંભનો દિવસ છે. આ દિવસ મહારાષ્ટ્રમાં ગુડી પડવો, કર્ણાટકમાં યુગાડી અને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉગાડી તરીકે ઊજવવામાં આવે છે. જ્યારે ગોવા અને કેરળમાં કોંકણી સમુદાયના લોકો તેને સંવત્સરી પડવાના નામથી પણ ઊજવે છે. આ દિવસે ઘરની બહાર ગુડી બાંધવાની પરંપરા છે. ગુડી અને પડવો શબ્દમાં ગુડીને પતાકા અથવા ધ્વજ કહેવામાં આવે છે. જ્યારે પડવો શબ્દ પ્રતિપદા (એકમ) તિથિ સાથે સંબંધિત છે. ગુડી પડવાના તહેવારની ઉજવણી પાછળ માત્ર નવા વર્ષની શરૂઆત જ નથી, પરંતુ તેની સાથે કેટલીક દતકથા જોડાયેલી છે. રામાયણની ધાર્મિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે, આ દિવસે મર્યાદાપુરુષોત્તમ...
Read more
રામનવમી
રામનવમી

ભારતીય પરંપરામાં શ્રીરામના જન્મોત્સવ એટલે કે રામનવમી મહત્ત્વપૂર્ણ ઉત્સવ છે. ચૈત્ર માસની શુક્લપક્ષની નોમના દિવસે આ તહેવારની ઉજવણી ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક થાય છે. રામાયણ જેવા આર્ષગ્રંથ અનુસાર શ્રીરામનો જન્મ અયોધ્યામાં રઘુકુળના યશસ્વી રાજવી દશરથનાં રાણી કૌશલ્યાના રૂખે થયો હતો. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મુજબ શ્રીરામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર હતા. શ્રીરામનું જીવન ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જાણીતું છે. વિશ્વના સાહિત્ય ઉપર પણ તેની ઊંડી અસર જોઈ શકાય છે. નાની વયમાં જ વિશ્વામિત્ર જેવા ઋષિઓ દ્વારા લોકકલ્યાણના હેતુથી થતા યજ્ઞોનું રક્ષણ કરી પોતાના અવતારકાર્યનો પ્રારંભ કર્યો. જનક રાજાએ યોજેલ સીતાસ્વયંવરમાં શ્રીરામે ધનુષ્યભંગ કર્યો. રાજગાદી ઉપર બેસવાના દિવસે જ કૈકેયીએ 'ભરતને રાજગાદી અને રામને વનવાસ' એવું રાજા દશરથ પાસે વરદાન માગતાં વયન પાલનના હેતુથી રામે વનવાસ સ્વીકાર્યો. સીતામાતાનું હરણ થતા રાવણ ઉપર વિજય મેળવી, તેના અત્યાચારી શાસનનો અંત આણ્યો. આ દરેક કથા ભારતીય સમાજમાં ખૂબ જ જાણીતી છે. શ્રીરામનું જીવન આજે પણ આદર્શ માનવામાં આવે છે. તેમણે પુત્ર તરીકેની હોય કે પિતા તરીકેની દરેક ભૂમિકા આદર્શ રીતે ભજવી હતી. આજે પણ આદર્શ રાજ્યની કલ્પના કરવા 'રામરાજ્ય' શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. વનવાસ દરમિયાન કેવટ સાથે મૈત્રીની ઘટના અને શબરીનાં એઠાં બોર ખાવાની ઘટનામાં તેમની સરળતા અને સહજતા જોવા મળે છે. રાવણના અતિશક્તિશાળી ગણાતા સૈન્ય સામે વાનરસેનાને સાથે લઈ યુદ્ધ કરવાનું મહાન કાર્ય તેમણે અદભુત રીતે કરી બતાવ્યું હતું. તેમના આ કાર્યનો જોટો જડવો મુશ્કેલ છે. રાજા તરીકે પોતાનું જીવન તમામ અપવાદોથી મુક્ત હોવું જોઈએ. આ આદર્શની સ્થાપના માટે પોતે દુ:ખ સહન કરીને સીતાનો ત્યાગ કર્યો. તે પછી તેમણે હૃદયમાં કરુણરસ ભરીને લોક આરાધનાનું કાર્ય કર્યું. તેમના આદર્શ 디어에 કારણે આજે पा લોકમાનસમાં નામ તેમનું મર્યાદાપુરુષોત્તમ તરીકે અંકિત થયેલું છે. ભગવાન શ્રીરામના પાવન ચરિત્રનું સ્મરણ કરવા ભારતનાં तमाम રાજ્યોમાં આ ઉત્સવ ભિન્નભિન્ન રીતે ઊજવવામાં આવે છે. ક્યાંક શોભાયાત્રા હોય. ક્યાંક સમલીલા ભજવાય. મંદિરોમાં મહાપૂજા થાય, રામચરિત માનસનું ગાન થતું હોય, દાન, ઉપવાસ, યજ્ઞ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં છે. રામાયણની મુખ્ય મુખ્ય ઘટનાઓને એક શ્લોકમાં સમાવવામાં આવી છે. જેને એક શ્લોકી રામાયણ તરીકે પણ ઓળખવામાં છે. आदी राम तपोवनादि गमनं, हत्वा मूग कांचनं । वैदेहिहरणं जटायुमरणं, सुग्रीवसंभाषणं ॥ वालि निर्दलनं समुद्रतरण लंकापुरीदाहनम् । पश्चाद रावण कुम्भकर्ण हननं एतद्वि रामायणम्॥ તાજેતરમાં જ રામચંદ્રજીની જન્મભૂમિ અયોધ્યા (ઉત્તરપ્રદેશ)માં 22 જાન્યુઆરી, 2024ના દિવસે શ્રી રામચંદ્રજીની બાળસ્વરૂપની મૂર્તિની સ્થાપના કરવામાં આવી.

26th March

Read more
રામનવમી
26th March
ભારતીય પરંપરામાં શ્રીરામના જન્મોત્સવ એટલે કે રામનવમી મહત્ત્વપૂર્ણ ઉત્સવ છે. ચૈત્ર માસની શુક્લપક્ષની નોમના દિવસે આ તહેવારની ઉજવણી ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક થાય છે. રામાયણ જેવા આર્ષગ્રંથ અનુસાર શ્રીરામનો જન્મ અયોધ્યામાં રઘુકુળના યશસ્વી રાજવી દશરથનાં રાણી કૌશલ્યાના રૂખે થયો હતો. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મુજબ શ્રીરામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર હતા. શ્રીરામનું જીવન ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જાણીતું છે. વિશ્વના સાહિત્ય ઉપર પણ તેની ઊંડી અસર જોઈ શકાય છે. નાની વયમાં જ વિશ્વામિત્ર જેવા ઋષિઓ દ્વારા લોકકલ્યાણના હેતુથી થતા યજ્ઞોનું રક્ષણ કરી પોતાના અવતારકાર્યનો પ્રારંભ કર્યો. જનક રાજાએ યોજેલ સીતાસ્વયંવરમાં શ્રીરામે ધનુષ્યભંગ કર્યો. રાજગાદી ઉપર બેસવાના દિવસે જ કૈકેયીએ 'ભરતને રાજગાદી...
Read more
ચેટીચાંદ
ચેટીચાંદ

'ચેટી' એટલે ચૈત્ર અને 'ચંદ' એટલે ચંદ્ર, ચેટીચંદ (ચેટીચાંદ) એટલે ચૈત્ર માસની પ્રથમ ચંદ્ર તિથિ અને સિંધીઓનું નૂતન વર્ષ ચેટીચંદ એ વિશ્વભરમાં સિંધી લોકોનો ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક તહેવાર છે. સિંધી એટલે હાલ પાકિસ્તાન (પૂર્વ અખંડ ભારતમાં) સ્થિત સિંધ પ્રાંતમાંથી આવેલા લોકો. આ સમુદાય સિંધી ભાષા બોલે છે. તેમના ઈષ્ટદેવ ઝુલેલાલ છે. ભારત, પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરમાં તેઓ ફેલાયેલા છે. સંવત 1007માં આજના દિવસે અવતારી પુરુષ ઉદયચંદનો જન્મ થયો હતો. જેઓ ભગવાન ઝુલેલાલ તરીકે પણ ઓળખાય છે. તેથી આ મહાન પુરુષની જયંતી તરીકે પણ 'ચેટીચંદ' ઉજવવામાં આવે છે. સિંધી સાહિત્યકારો અને વિદ્વાનોએ ચેટીચંદના તહેવારને સિંધી દિવસ' તરીકે ઊજવવાની સલાહ આપી. તેથી ચેટીચંદના તહેવારને સિંધી દિવસ તેમજ 'દરિયાલાલ જયંતી' પણ કહેવામાં આવે છે. સિંધી સંસ્કૃતિનું અમર પર્વ દર વર્ષે દેશ વિદેશમાં ઉત્સાહ અને ઊમંગથી ઉજવવામાં આવે છે. આ દિવસે ઝુલેલાલના મંદિર ખાતે ઝુલેલાલ ભગવાનની પૂજા, શ્રી ભેરાણાસાહેબની પૂજા અને મહાપ્રસાદી (ભંડારો) થાય છે. ચેટીચંદના તહેવાર પાછળ વરુણ દેવતા અને ઝુલેલાલની પ્રાગટ્યકથા પણ જોડાયેલી છે. ચેટીચંદના દિવસે સિંધીઓ ભૂતકાળના વિખવાદ ભૂલીને એકબીજાને ખૂબ પ્રેમથી ભેટે છે આ દિવસે તેઓ ઝુલેલાલને ઉડેરોલાલ, દરિયાશાહ, લાલસાઈ, જ્યોતિનવારો, જિંદપીર જેવાં નામોથી પોકારે છે. તેમનો પ્રાગટયદિન યા જન્મદિન હોવાથી સિંધીઓ આ દેવતાની મૂર્તિને શણગારી તેમની જ્યોતિ પ્રગટાવી શહેરના γει વિસ્તારોમાં શોભાયાત્રા કાઢે છે. નાના-મોટા અને ગરીબ- તવંગરના ભેદભાવ ભૂલી જઈને ઝુલેલાલની જય પોકારતા શહેરમાં ફરીને નદી, સાગર કે જળાશયમાં ઝુલેલાલની જ્યોતનું વિસર્જન કરે છે. નૂતન વર્ષના અભિનંદન પાઠવવા ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે જેમાં 'બહેરાના' (જ્યોત)ની શોભાયાત્રામાં સિંધી લોકનૃત્ય કે 'છેજ તેમજ 'ઝુમિર'નું આકર્ષણ અનેરું હોય છે. ઝુલેલાલનાં સ્તુતિ ગીતો ‘પંજડો' ગાતા અને દાંડિયારાસ રમતાં 'આયોલાલ ઝૂલેલાલ'ના ગગનભેદી નારા લગાવે છે. સિંધીઓ શોભાયાત્રામાં 'તાહીરી' (મીઠો ભાત)નો પ્રસાદ વહેંચે છે તેમજ કાબુલીચણાના વિતરણ સાથે દૂધનું શરબત પણ પીવડાવવામાં આવે છે. આ દિવસે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમૂહભોજનનું આયોજન કરવામાં આવે છે. આ પવિત્ર દિવસે અગત્યના શુભપ્રસંગો જેવા કે જનોઈ, ગૃહપ્રવેશ વગેરે યોજવામાં આવે છે. આ દિવસ પૂજા આરાધના કરવાનું પર્વ θ.

26th March

Read more
ચેટીચાંદ
26th March
'ચેટી' એટલે ચૈત્ર અને 'ચંદ' એટલે ચંદ્ર, ચેટીચંદ (ચેટીચાંદ) એટલે ચૈત્ર માસની પ્રથમ ચંદ્ર તિથિ અને સિંધીઓનું નૂતન વર્ષ ચેટીચંદ એ વિશ્વભરમાં સિંધી લોકોનો ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક તહેવાર છે. સિંધી એટલે હાલ પાકિસ્તાન (પૂર્વ અખંડ ભારતમાં) સ્થિત સિંધ પ્રાંતમાંથી આવેલા લોકો. આ સમુદાય સિંધી ભાષા બોલે છે. તેમના ઈષ્ટદેવ ઝુલેલાલ છે. ભારત, પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરમાં તેઓ ફેલાયેલા છે. સંવત 1007માં આજના દિવસે અવતારી પુરુષ ઉદયચંદનો જન્મ થયો હતો. જેઓ ભગવાન ઝુલેલાલ તરીકે પણ ઓળખાય છે. તેથી આ મહાન પુરુષની જયંતી તરીકે પણ 'ચેટીચંદ' ઉજવવામાં આવે છે. સિંધી સાહિત્યકારો અને વિદ્વાનોએ ચેટીચંદના તહેવારને સિંધી દિવસ' તરીકે ઊજવવાની સલાહ આપી....
Read more
મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક)
મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક)

અહિંસા, દયા, ક્ષમા. શાંતિ, મિત્રતાનું શિક્ષણ આપનાર તેમજ શાંતિથી ક્રોધ પર વિજય મેળવો, દયાથી દૃષ્ટો પર વિજય મેળવો અને અસત્ય પર સત્યનો વિજય થવા દો જેવાં ઉપદેશ આપનાર મહાવીર સ્વામી જૈન સંપ્રદાયના 24માં તીર્થંકર હતા. મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક) જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. મહાવીર સ્વામીનો જન્મ વજિજ સંઘના ગણરાજ્ય કુંડગ્રામના ક્ષત્રિય વંશમાં ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. એમનું બાળપણનું નામ વર્ધમાન હતું. આ દિવસને 'વીરતેરસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેઓ વીર, અતિવીર, સંમતિ, મહાવીર તથા વર્ધમાન તરીકે પણ ઓળખાય છે. તેમના જન્મ પહેલાં ઘણી સારી ઘટનાઓ ઘટી હતી. જેમકે વૃક્ષો પર વિપુલ પ્રમાણમાં ફૂલોનું ખીલવું અને રાણી ત્રિશલાને સોળ શુભ સ્વપ્નો આવવાં. જેને જૈન પરંપરામાં એક મહાન આત્માના અવતરણનું ચિહ્ન મનાય છે. જૈન પરંપરામાં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઇંદ્ર તીર્થંકરને મેરુપર્વત ઉપર લઈ જઈ દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઊજવે છે અને ત્યાર બાદ તેમની માતાને સોંપી દે છે. તેમનો જન્મદિવસ મહાવીર જન્મ કલ્યાણક સ્વરૂપે ઊજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્ત્વપૂર્ણ તહેવાર હોય છે. ત્રીસ વર્ષની વયે મહાવીર સ્વામીએ સત્ય અને જ્ઞાનની શોધમાં ગૃહત્યાગ કર્યો. ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. ઋજુપાલિક નદીના કિનારે તેમને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ 'જિન' કહેવાયા અને વર્ધમાન મહાવીર' તરીકે જાણીતા થયા. મહાવીર સ્વામીએ ભારતના લોકોને આત્માની મુક્તિનો માર્ગ બતાવ્યો. તેઓ ખુલ્લા પગે અને નિર્વસ્ત્ર વિહાર કરતા. મહાવીર સ્વામી સંસારને ભય અને દુઃખોથી ભરેલો માનતા તેમના ઉપદેશને 'ત્રિરત્ન સિદ્ધાંત' તરીકે ઓળખવામાં આવે છે. જે અનુક્રમે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક ચરિત્ર છે. મહાવીર સ્વામીએ પાંચ અમૂલ્ય મહાવતો આપ્યા છે. અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય. કલ્પસૂત્ર નામના જૈન ગ્રંથમાં મહાવીર સ્વામીના સંયમી જીવનનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે. 72 વર્ષ અને સાડા ચાર માસની ઉંમરે, તેઓ બિહારના પાવાપુરીમાં દિવાળીના દિવસે (જૈન વર્ષનો અંતિમ દિવસ) નિર્વાણ પામ્યા. આ દિવસે તેઓને મોક્ષ પ્રાપ્તિ થઈ હોવાથી જૈન સમુદાય ઉત્સવ મનાવે છે. મહાવીર જયંતીના દિવસે જૈન દેરાસરોમાં ભવ્ય આંગી થાય છે. ભગવાનનો અભિષેક, પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યાર બાદ જૈનબંધુઓ શોભાયાત્રામાં જોડાય છે. જૈન સાધુસાધ્વીનાં પ્રવચનોનું આયોજન થાય છે. જૈનમંદિરમાં મહાવીર સ્વામીના જીવન અને કવન પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે. જૈનબંધુઓ ધર્મકાર્યમાં જોડાઈ મહાવીર જયંતીની ઉજવણી કરે છે.

31st March

Read more
મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક)
31st March
અહિંસા, દયા, ક્ષમા. શાંતિ, મિત્રતાનું શિક્ષણ આપનાર તેમજ શાંતિથી ક્રોધ પર વિજય મેળવો, દયાથી દૃષ્ટો પર વિજય મેળવો અને અસત્ય પર સત્યનો વિજય થવા દો જેવાં ઉપદેશ આપનાર મહાવીર સ્વામી જૈન સંપ્રદાયના 24માં તીર્થંકર હતા. મહાવીર જયંતી (મહાવીર જન્મ કલ્યાણક) જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. મહાવીર સ્વામીનો જન્મ વજિજ સંઘના ગણરાજ્ય કુંડગ્રામના ક્ષત્રિય વંશમાં ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. એમનું બાળપણનું નામ વર્ધમાન હતું. આ દિવસને 'વીરતેરસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેઓ વીર, અતિવીર, સંમતિ, મહાવીર તથા વર્ધમાન તરીકે પણ ઓળખાય છે. તેમના જન્મ પહેલાં...
Read more