અમેરિકા સાથેની ડીલમાં સંવેદનશીલ મુદ્દાઓ હોવાથી સમય લાગશે.
અમેરિકા સાથેની ડીલમાં સંવેદનશીલ મુદ્દાઓ હોવાથી સમય લાગશે.
Published on: 06th November, 2025

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય કરાર અંગે મંત્રણા ચાલુ છે. આ મંત્રણામાં ઘણા સંવેદનશીલ અને ગંભીર મુદ્દાઓ છે. FTA માં ભારત ડેરી સેક્ટર અને લઘુ ઉદ્યોગોના હિતોને પ્રાથમિકતા આપશે. તેથી આ ડીલ માટે સમય લાગશે. પીયૂષ ગોયલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે.