બગસરામાં જનતાનું ખાડાપુરો અભિયાન; ચેમ્બર ઓફ કોમર્સ અને લોકો દ્વારા ખાડા પૂરવામાં આવ્યા.
બગસરામાં જનતાનું ખાડાપુરો અભિયાન; ચેમ્બર ઓફ કોમર્સ અને લોકો દ્વારા ખાડા પૂરવામાં આવ્યા.
Published on: 06th November, 2025

અમરેલીના બગસરામાં નગરપાલિકાની નિષ્ક્રિયતાથી ચેમ્બર ઓફ કોમર્સે ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું. નગરપાલિકામાં BJPનું શાસન હોવા છતાં ખાડાનું રાજ હતું. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે વારંવાર રજૂઆત કરી, પણ કોઈ કામગીરી ન થઈ. આથી, કંટાળીને લોકોએ જાતે જ ખાડા પૂર્યા.