દિવાળી વેકેશન બાદ શૈક્ષણિક સત્રની શરૂઆત, 54 હજાર શાળાઓ આજથી ફરી ધમધમશે.
દિવાળી વેકેશન બાદ શૈક્ષણિક સત્રની શરૂઆત, 54 હજાર શાળાઓ આજથી ફરી ધમધમશે.
Published on: 06th November, 2025

દિવાળી વેકેશન બાદ ગુજરાતની 54 હજાર શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી આરંભ થયો છે. બીજું સત્ર 144 દિવસનું રહેશે, ત્યારબાદ ઉનાળુ વેકેશન પડશે. PARAKH રાષ્ટ્રીય સર્વેક્ષણ-૨૦૨૪ના રિપોર્ટમાં ગુજરાતનું સ્થાન નીચું આવતા વાંચન, લેખન અને ગણન અભિયાન શરૂ કરાયું છે. વિદ્યાર્થીઓ સાંભળીને લખવામાં નબળા હોવાની શિક્ષણ વિભાગની કબૂલાત બાદ શ્રુતલેખન પર ભાર મૂકાશે.