Bihar Phase 1 Election: બિહારમાં બાહુબલીઓ વચ્ચે જંગ, અડધો ડઝન બાહુબલીઓની પ્રતિષ્ઠા દાવ પર.
Bihar Phase 1 Election: બિહારમાં બાહુબલીઓ વચ્ચે જંગ, અડધો ડઝન બાહુબલીઓની પ્રતિષ્ઠા દાવ પર.
Published on: 06th November, 2025

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 જિલ્લાઓની 121 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં અનંત સિંહના મોકામા સહિત અડધા ડઝનથી વધુ મતવિસ્તારોમાં બાહુબલી નેતાઓ અને તેમના પરિવારોની પ્રતિષ્ઠા દાવ પર છે. ચાર JDU અને ત્રણ RJD ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. કુચૈકોટમાં બાહુબલી વિરુદ્ધ ઉદ્યોગપતિ અને દાનાપુરમાં યાદવ વિરુદ્ધ યાદવ વચ્ચે જંગ છે. શાહાબુદ્દીનનો પુત્ર પણ ચૂંટણી લડી રહ્યો છે.