સુરતમાં સોના-ચાંદીની બ્રહ્મોસ મિસાઇલ અને તિરંગાના દોરાવાળી રાખડીની માગ, ભાવ રૂ. 2500થી 80,000 સુધી.
સુરતમાં સોના-ચાંદીની બ્રહ્મોસ મિસાઇલ અને તિરંગાના દોરાવાળી રાખડીની માગ, ભાવ રૂ. 2500થી 80,000 સુધી.
Published on: 28th July, 2025

રક્ષાબંધન નિમિત્તે સુરતમાં રાષ્ટ્રપ્રેમ દર્શાવતી બ્રહ્મોસ મિસાઈલ અને તિરંગાના દોરાવાળી રાખડીઓ ધૂમ મચાવી રહી છે. 'ઓપરેશન સિંદૂર'ની યાદમાં ભારતીય સેનાના પરાક્રમને દર્શાવતી આ રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. ચાંદીની રાખડીનો ભાવ રૂ. 2500 અને 9 કેરેટ GOLDની રાખડીનો ભાવ રૂ. 60,000થી 80,000 સુધી છે. આ રાખડીઓને પહેર્યા પછી પેન્ડન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.