'મારું અપમાન કર્યું, હવે આ પદે મારે નથી રહેવું...': મોહમ્મદ યુનુસથી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અકળાયા.
'મારું અપમાન કર્યું, હવે આ પદે મારે નથી રહેવું...': મોહમ્મદ યુનુસથી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અકળાયા.
Published on: 12th December, 2025

બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સંસદીય ચૂંટણીઓ પછી પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી. નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી સરકારથી અપમાનિત અને સાઇડલાઇન થવાનો તેમણે આરોપ લગાવ્યો. શહાબુદ્દીન બાંગ્લાદેશના સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર છે, પણ રાષ્ટ્રપતિનું પદ ઔપચારિક હોવાનું મનાય છે, જ્યારે વાસ્તવિક સત્તા વડાપ્રધાન પાસે છે.