જાપાનમાં ફરી ભૂકંપ: ઉત્તરપૂર્વ કિનારે 6.7ની તીવ્રતાનો આંચકો, સુનામીની WARNING જારી.
જાપાનમાં ફરી ભૂકંપ: ઉત્તરપૂર્વ કિનારે 6.7ની તીવ્રતાનો આંચકો, સુનામીની WARNING જારી.
Published on: 12th December, 2025

શુક્રવારે જાપાનમાં 6.7 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવતા સુનામીની WARNING અપાઈ. આ અઠવાડિયાની શરૂઆતમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 34 લોકો ઘાયલ થયા હતા. 12 ડિસેમ્બરની સવારે આઓમોરી પ્રીફેક્ચર નજીક ભૂકંપનું કેન્દ્ર હોવાનું જણાવા મળ્યું, જેના કારણે સુનામીની તાત્કાલિક WARNING જાહેર કરાઈ. હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી.