લ્યો બોલો! ChatGPTમાં જાહેરાતો આવશે: એન્ડ્રોઇડ બીટા એપ કોડથી સંકેતો, OpenAIની મોનેટાઈઝેશન સ્ટ્રેટેજી તૈયાર.
લ્યો બોલો! ChatGPTમાં જાહેરાતો આવશે: એન્ડ્રોઇડ બીટા એપ કોડથી સંકેતો, OpenAIની મોનેટાઈઝેશન સ્ટ્રેટેજી તૈયાર.
Published on: 01st December, 2025

ChatGPT યુઝર્સને ટૂંક સમયમાં સ્પોન્સર્ડ સજેશન્સ અને જાહેરાતો જોવા મળશે. OpenAI જાહેરાતો લાવવાની તૈયારીમાં છે, જેના સંકેતો એન્ડ્રોઇડ બીટા એપ વર્ઝનના કોડમાં મળ્યા છે. કોડમાં 'સર્ચ એડ', 'સર્ચ એડ્સ કેરોસેલ' જેવા સ્ટ્રિંગ્સ મળ્યા છે, જે સ્પોન્સર્ડ કન્ટેન્ટ તરફ ઈશારો કરે છે. જાહેરાતો પરંપરાગત બેનર નહીં, પણ સંદર્ભિત સૂચનો હશે. OpenAI સબ્સ્ક્રિપ્શન અને API લાઇસન્સિંગથી કમાણી કરે છે, જાહેરાતો ત્રીજો રેવન્યુ સોર્સ બનશે.