સિમ કાઢતાં જ WhatsApp, Snapchat, Telegram બંધ; ડેસ્કટોપ પર દર 6 કલાકે લોગઆઉટ: સાયબર ફ્રોડ રોકવા પગલું.
સિમ કાઢતાં જ WhatsApp, Snapchat, Telegram બંધ; ડેસ્કટોપ પર દર 6 કલાકે લોગઆઉટ: સાયબર ફ્રોડ રોકવા પગલું.
Published on: 30th November, 2025

કેન્દ્ર સરકારે મેસેજિંગ પ્લેટફોર્મ માટે નવો આદેશ જાહેર કર્યો છે. WhatsApp, Telegram, Snapchat જેવી એપ્સ એક્ટિવ સિમ કાર્ડ વિના નહીં ચાલે. સિમ કાઢતા જ એપ્સ બંધ થશે. લેપટોપ પર દર છ કલાકે લોગઆઉટ થવું પડશે. સરકારનો દાવો છે કે તેનાથી સાયબર છેતરપિંડી કરનારાઓને શોધવામાં મદદ મળશે અને યુઝર્સની ઓળખ (KYC) સંબંધિત પારદર્શિતા વધશે. આ નિયમ 90 દિવસમાં લાગુ થશે.