સંસદનું શિયાળુ સત્ર: વિપક્ષ હોબાળા વિના ગૃહ ચલાવવા સહમત, ચૂંટણી સુધારા અને વંદે માતરમ પર આવતા અઠવાડિયે ચર્ચા.
સંસદનું શિયાળુ સત્ર: વિપક્ષ હોબાળા વિના ગૃહ ચલાવવા સહમત, ચૂંટણી સુધારા અને વંદે માતરમ પર આવતા અઠવાડિયે ચર્ચા.
Published on: 03rd December, 2025

સંસદના શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. વિપક્ષ SIR અને વોટ ચોરીના મુદ્દે હોબાળો કરી રહ્યો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પક્ષો સાથે મુલાકાત બાદ ગૃહ શાંતિથી ચલાવવા સહમતિ થઈ. કોંગ્રેસ નેતા કે. સુરેશે જણાવ્યું કે 9 ડિસેમ્બરે ઇલેક્ટોરલ રિફોર્મ્સ એટલે કે ચૂંટણી સુધારા પર 10 કલાક ચર્ચા થશે અને 8 ડિસેમ્બરે વંદે માતરમ્ પર પણ ચર્ચા થશે. Congress સાંસદે સંચાર સાથી એપ મામલે સ્થગન પ્રસ્તાવ આપ્યો. શિયાળુ સત્રમાં 10 નવા બિલ રજૂ થશે.