દ.આફ્રિકા સામે હાર પછી કેપ્ટન રાહુલનું દુઃખ અને હારના કારણો
દ.આફ્રિકા સામે હાર પછી કેપ્ટન રાહુલનું દુઃખ અને હારના કારણો
Published on: 04th December, 2025

India vs South Africa વનડેમાં ભારતની હાર થઈ. દક્ષિણ આફ્રિકાએ 359 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. વિરાટ કોહલી અને રુતુરાજ ગાયકવાડની સદી નિષ્ફળ ગઈ. દક્ષિણ આફ્રિકાએ વનડે શ્રેણી 1-1થી બરાબર કરી. રાહુલે પ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું કે, "ઝાકળને કારણે બીજી ઇનિંગમાં બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ છે. અમ્પાયરોએ ઘણી વખત બોલ બદલ્યો, પરંતુ ટોસ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સતત બે ટોસ હારવા બદલ હું મારી જાતને કોસું છું."