પાલેજમાં કતલખાને જતી 24 ભેંસો બચાવાઈ, રૂ. 8.88 લાખનો મુદ્દામાલ કબ્જે.
પાલેજમાં કતલખાને જતી 24 ભેંસો બચાવાઈ, રૂ. 8.88 લાખનો મુદ્દામાલ કબ્જે.
Published on: 13th August, 2025

પાલેજ પોલીસે વલણ ગામે કતલખાને જતી 24 ભેંસો બચાવી; ત્રણ આરોપી ઝડપાયા. કન્ટેનર ટ્રક, મોબાઇલ, રોકડ સહિત રૂ. 8.88 લાખનો મુદ્દામાલ જપ્ત થયો. ASI અશ્વીનને બાતમી મળતા વલણ ફાટક પાસે કાર્યવાહી કરાઈ. ભેંસોને ઘાસ-પાણી વગર લઈ જવાતી હતી. આરોપીઓ વિરુદ્ધ IPC-2023 અને Prevention of Cruelty to Animals Act-1960 હેઠળ ગુનો નોંધાયો છે.