પંચમહાલ: શ્રાવણના અંતિમ સોમવારે શિવાલયો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યા.
પંચમહાલ: શ્રાવણના અંતિમ સોમવારે શિવાલયો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યા.
Published on: 18th August, 2025

શ્રાવણ માસના અંતિમ સોમવારે પંચમહાલના શિવાલયો 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યા. મરડેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી. ભક્તોએ બીલીપત્ર, જળ, દુધ અભિષેક, કાળા તલ, કમળ અને સુગંધિત પુષ્પોથી પૂજા કરી. શિવાલયો 'હર હર મહાદેવ' અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.