છાણી સ્મશાન ટ્રસ્ટનું આવેદન, સ્મશાન ખાનગીકરણ વિરુદ્ધ કોંગ્રેસનું પ્રદર્શન, કાર્યકરોની અટકાયત.
છાણી સ્મશાન ટ્રસ્ટનું આવેદન, સ્મશાન ખાનગીકરણ વિરુદ્ધ કોંગ્રેસનું પ્રદર્શન, કાર્યકરોની અટકાયત.
Published on: 04th August, 2025

વડોદરા કોર્પોરેશનના સ્મશાન ખાનગીકરણનો વિવાદ યથાવત છે. કોંગ્રેસ દ્વારા ખાસવાડી સ્મશાન ખાતે વિરોધ પ્રદર્શન કરાયું, જેમાં કાર્યકરોની અટકાયત થઇ. છાણી ગામના ટ્રસ્ટીઓએ સ્મશાન પરત સોંપવા આવેદન આપ્યું. કોર્પોરેશન હસ્તકના 31 સ્મશાનોનું સંચાલન ખાનગી સંસ્થાઓને સોંપાતા વિરોધ થઈ રહ્યો છે. વર્ષોથી સ્મશાનનું વહીવટ કરતી સંસ્થાઓ MOU વગર વહીવટ કરવા તૈયાર છે. પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી.