નવસારી મનપા કચેરીમાં મહિલાઓનો રસ્તા, પાણી અને ડ્રેનેજ સમસ્યાને લઈને હોબાળો.
નવસારી મનપા કચેરીમાં મહિલાઓનો રસ્તા, પાણી અને ડ્રેનેજ સમસ્યાને લઈને હોબાળો.
Published on: 04th August, 2025

નવસારી મનપા કચેરી ખાતે રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી સુવિધાઓના અભાવે તીઘરા નવી વસાહતના લોકોએ હોબાળો મચાવ્યો. વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો અકળાયા. વસાહતના લોકોની તાત્કાલિક કામગીરી કરવા માગ કરવામાં આવી છે. અધિકારીઓએ કામગીરી ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. લોકોને પ્રાથમિક સુવિધાનો અભાવ વર્તાઈ રહ્યો છે.