જૂનાગઢ: મયારામ આશ્રમમાં ફરી વિવાદ, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની ગેરકાયદેસર નિમણૂકનો આક્ષેપ.
જૂનાગઢ: મયારામ આશ્રમમાં ફરી વિવાદ, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની ગેરકાયદેસર નિમણૂકનો આક્ષેપ.
Published on: 04th August, 2025

જૂનાગઢના મયારામ આશ્રમમાં ફરી વિવાદ સર્જાયો છે, જ્યાં આચાર્ય તુલસીદાસ બાપુએ ગિરીશ કોટેચાની ટ્રસ્ટી તરીકે ગેરકાયદેસર નિમણૂકનો આક્ષેપ કર્યો છે. 1956માં સ્થાપિત ટ્રસ્ટ ગરીબ બાળકોને ભોજન, રહેઠાણ અને શિક્ષણ આપે છે. મુખ્ય ટ્રસ્ટીની સંમતિ વિના ગિરીશ કોટેચા સહિત નવા ટ્રસ્ટીઓની નિમણૂક થઈ છે અને તેઓ નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનો આક્ષેપ છે. આ મામલે કોર્ટમાં દાવો દાખલ થયો છે.