આંધ્ર પ્રદેશમાં IAS અધિકારીની પુત્રીએ ફાંસી લગાવી, દહેજ ઉત્પીડનના આરોપ
આંધ્ર પ્રદેશમાં IAS અધિકારીની પુત્રીએ ફાંસી લગાવી, દહેજ ઉત્પીડનના આરોપ
Published on: 03rd December, 2025

આંધ્ર પ્રદેશમાં IAS અધિકારીની 25 વર્ષીય પુત્રી માધુરીએ પિયરમાં આત્મહત્યા કરી. તેણે પતિ રાજેશ પર દહેજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેમના 9 મહિના પહેલાં Love Marriage થયા હતા. લગ્ન પછી સંબંધોમાં તણાવ વધ્યો. માધુરીના પરિવારે જણાવ્યું કે દહેજ માટે તેને હેરાન કરવામાં આવી રહી હતી. સપ્ટેમ્બરથી તે પિયરમાં હતી. તેના IAS પિતાએ જણાવ્યું કે રાજેશ દહેજ માટે પરેશાન કરતો હતો અને ફોન કરવા માટે પણ પરવાનગી લેવડાવતો હતો. પોલીસે તપાસ ચાલુ કરી છે.