સરકારે કહ્યું: નેહરુના દસ્તાવેજો સોનિયા ગાંધી પાસે; દેશને જાણવાનો હક.
સરકારે કહ્યું: નેહરુના દસ્તાવેજો સોનિયા ગાંધી પાસે; દેશને જાણવાનો હક.
Published on: 18th December, 2025

કેન્દ્ર સરકારે જણાવ્યું કે નેહરુના કાગળો PMMLમાંથી ગુમ નથી, પણ સોનિયા ગાંધી પાસે છે. 2008માં ગાંધી પરિવારની વિનંતીથી 51 કાર્ટન પેપર્સ અપાયા હતા, જે દેશનો વારસો છે, ખાનગી સંપત્તિ નથી. સરકારે સોનિયા ગાંધીને પેપર્સ પાછા આપવા માંગ કરી છે, જેથી નેહરુના સમયના ઐતિહાસિક રેકોર્ડ સાર્વજનિક થાય. કારણ કે દસ્તાવેજો પબ્લિક આર્કાઇવમાં હોવા જોઈએ, બંધ દરવાજા પાછળ નહીં. PMML સોનિયા ગાંધીની ઓફિસ સાથે આ પેપર્સ પાછા લેવા માટે સતત વાતચીત કરી રહ્યું છે.