સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો : ખરીદી પર બ્રેક, ભાવ 10 % વધ્યો, દસ ગ્રામ સોનાનો ભાવ ₹ 1.12 લાખ.
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો : ખરીદી પર બ્રેક, ભાવ 10 % વધ્યો, દસ ગ્રામ સોનાનો ભાવ ₹ 1.12 લાખ.
Published on: 09th September, 2025

સોના-ચાંદીના ભાવ આસમાને, ગ્રાહકો ચિંતિત, રોકાણકારો માટે તક. દસ ગ્રામ સોનું ₹ 1.12 લાખ, ચાંદી ₹ 1.28 લાખ પ્રતિ કિલો. ફેડરલ રિજર્વ વ્યાજ દર ઘટાડશે, જેથી સોનાની માંગ વધશે. ટેરિફ વોર અને યુદ્ધના કારણે પણ ભાવ વધ્યા છે. તહેવારોને લીધે ખરીદી વધશે. છેલ્લાં દસ દિવસમાં ભાવ 10 % વધ્યો છે. ગ્રાહકો ખરીદી કરતા અચકાય છે.ફેડરલ રિજર્વ ની મીટીંગ બાદ ભાવમાં કરેક્શન આવી શકે છે.