માળીયા-હળવદ હાઈવે પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, ટ્રક ચાલક ફરાર.
માળીયા-હળવદ હાઈવે પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત, ટ્રક ચાલક ફરાર.
Published on: 09th September, 2025

માળીયા-હળવદ હાઈવે પર ટ્રક રિવર્સ લેતી વખતે બાઇકને અથડાતાં અકસ્માત થયો, જેમાં બળવંતભાઈ વાદી (49)નું મોત થયું. GJ 35 P 9066 નંબરની બાઇક પર બેઠેલા ભૂપતસિંહ વાદી (32) બચી ગયા. ટ્રક નંબર RJ 9 GC 5874નો ચાલક ફરાર થઈ ગયો છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતક દાહોદના વતની હતા અને ચરાડવામાં રહેતા હતા.