જાપાનમાં ગુજરાતી ગરબાની ધૂમ: 60 વર્ષીય મહિલાઓએ ઓસાકા એક્સ્પોમાં અદ્ભુત પ્રદર્શન કર્યું.
જાપાનમાં ગુજરાતી ગરબાની ધૂમ: 60 વર્ષીય મહિલાઓએ ઓસાકા એક્સ્પોમાં અદ્ભુત પ્રદર્શન કર્યું.
Published on: 09th September, 2025

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના નેતૃત્વ હેઠળ, 22 સભ્યોનું ગુજરાતી પ્રતિનિધિમંડળ જાપાનની મુલાકાતે છે, જેનો હેતુ "કલ્ચરને નજીક લાવવું, હૃદયને જોડવું" છે. "કેમ છે - કોનિચીવા ગ્રુપ"ની નવ મહિલાઓએ ઓસાકા-કાન્સાઈ એક્સ્પોમાં ગરબા અને રાસ રજૂ કર્યા, જાપાનીઝ ગીતો પર પરફોર્મ કર્યું અને બોલીવુડ મેડલી પણ રજૂ કર્યું. આ કાર્યક્રમ ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન (IJFA), ગુજરાતની સુવર્ણ જયંતિની ઉજવણીનો એક ભાગ છે અને ગુજરાત અને જાપાન વચ્ચેના સંબંધોને મજબૂત કરે છે.