108 ની કામગીરી: ઓનલાઈન માર્ગદર્શનથી 108 માં ગુંજી નવજાતની કિલકારી, માતા અને બાળક બંને સ્વસ્થ.
108 ની કામગીરી: ઓનલાઈન માર્ગદર્શનથી 108 માં ગુંજી નવજાતની કિલકારી, માતા અને બાળક બંને સ્વસ્થ.
Published on: 12th August, 2025

દેવગઢ બારીયા તાલુકાના ચોર બારીયામાં સગર્ભા મહિલાને પ્રસવ પીડા થતા 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી. EMT લલિતાબેન અને પાયલોટ અરવિંદભાઈએ રસ્તામાં જ ERCP ફિઝિશિયન ડૉ. જે.ડી. પટેલ અને 108 ફિઝિશિયન ડૉ. કુરેશીના ઓનલાઈન માર્ગદર્શનથી સફળતાપૂર્વક ડિલિવરી કરાવી. હાઈ-રિસ્ક કેસ હોવા છતાં, ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ નવજાત બાળકની કિલકારી ગુંજી ઉઠી અને માતા તથા બાળકને લીમખેડા CHC માં દાખલ કરાયા.