મહીસાગરના બાલાસિનોરમાં કમળાના 126 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગની દોડધામ! 26 સોસાયટીઓમાં રોગચાળો ફેલાયો.
મહીસાગરના બાલાસિનોરમાં કમળાના 126 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગની દોડધામ! 26 સોસાયટીઓમાં રોગચાળો ફેલાયો.
Published on: 10th December, 2025

મહીસાગરના બાલાસિનોરમાં 26 સોસાયટીઓમાં કમળાના 126 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે 20 ટીમો બનાવીને સરવે અને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળતા રોગચાળો ફેલાયો હોવાનું અનુમાન છે, જેમાં 15 જેટલા પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે. નગરપાલિકાની બેદરકારી દેખાઈ રહી છે.