આંગણવાડીમાં 9000+ ભરતી: જિલ્લાવાર વેકેન્સી, કચ્છમાં સૌથી વધુ જગ્યાઓ.
આંગણવાડીમાં 9000+ ભરતી: જિલ્લાવાર વેકેન્સી, કચ્છમાં સૌથી વધુ જગ્યાઓ.
Published on: 11th August, 2025

ગુજરાત સરકાર દ્વારા બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગરની 9000+ જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે. આ ભરતીથી કુપોષણ ઘટાડવા અને આરોગ્ય-પોષણનું સ્તર સુધારવાનો પ્રયાસ કરાશે. મહિલાઓ e-HRMS પોર્ટલ પર 30 ઓગસ્ટ 2025 સુધી અરજી કરી શકે છે. આમાં, સૌથી વધુ વેકેન્સી કચ્છ જિલ્લામાં છે. મહિલાઓની પસંદગી મેરીટના આધારે થશે.