મહી, વાત્રક, સાબરમતી નદીઓમાં પૂર: ખેડામાં 1500 લોકોનું સ્થળાંતર, શાળાઓમાં રજા જાહેર.
મહી, વાત્રક, સાબરમતી નદીઓમાં પૂર: ખેડામાં 1500 લોકોનું સ્થળાંતર, શાળાઓમાં રજા જાહેર.
Published on: 08th September, 2025

ભારે વરસાદથી ધરોઈ ડેમ, વાસણા બેરેજ, સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી, વાત્રક નદીઓમાં પૂર આવ્યું છે. ખેડાના રસિકપુરા અને પથાપુરા ગામના 1500 લોકોનું સ્થળાંતર કરાયું છે. વહીવટી તંત્રએ શેલ્ટર હોમ્સ તૈયાર રાખવા સૂચના આપી છે. ખેડા જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. ખેડા અને આણંદના 21 ગામ અસરગ્રસ્ત છે. વ્હાઈટ સિગ્નલના પગલે એલર્ટ જાહેર કરાયું છે.