નેત્રા યુવા ગ્રુપની અનોખી પહેલ: શેરી શ્વાનો માટે Mobile Food Service શરૂ, રોટલા-દૂધ-બિસ્કિટનું વિતરણ.
નેત્રા યુવા ગ્રુપની અનોખી પહેલ: શેરી શ્વાનો માટે Mobile Food Service શરૂ, રોટલા-દૂધ-બિસ્કિટનું વિતરણ.
Published on: 09th September, 2025

નખત્રાણાના નેત્રા ગામના મફતનગર યુવા સર્કલ દ્વારા પ્રાણી સેવા ક્ષેત્રે નવી પહેલ કરાઈ છે. યુવાનોએ ગામમાં રખડતા કૂતરાઓ માટે નિયમિત ખોરાક સેવા શરૂ કરી છે. તેઓ ખાસ ડિઝાઇન કરેલી લારી દ્વારા શેરીએ શેરીએ ફરીને રોટલા, દૂધ અને બિસ્કિટ જેવો ખોરાક આપે છે. આ સેવા ઉનાળો, ચોમાસું અને શિયાળામાં ચાલુ રહેશે. આ પહેલથી બાળકોમાં પણ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ જાગૃત થયો છે.