પાટણમાં RSS દ્વારા સાંતલપુરના અસરગ્રસ્તો માટે 3 કલાકમાં 3000 ફૂડ કિટ તૈયાર કરાઈ.
પાટણમાં RSS દ્વારા સાંતલપુરના અસરગ્રસ્તો માટે 3 કલાકમાં 3000 ફૂડ કિટ તૈયાર કરાઈ.
Published on: 09th September, 2025

પાટણના સાંતલપુરમાં ભારે વરસાદથી અસરગ્રસ્તો માટે RSS કાર્યકર્તાઓએ પહેલ કરી. પાટણ શહેરની સોસાયટીઓના પરિવારોને સુખડી અને થેપલા બનાવવા અપીલ કરી, જેના પરિણામે માત્ર 3 કલાકમાં 3000થી વધુ ફૂડ કિટ તૈયાર થઈ. આ કિટ તાત્કાલિક સાંતલપુર પહોંચાડવામાં આવી. હિન્દુ સમાજના સહયોગ બદલ RSS પાટણ જિલ્લા એકમે આભાર માન્યો. 'સમાજ હૈ આરાધ્ય દેવ હમારા, સેવા હૈ આરાધના' સૂત્ર સાર્થક થયું.