ભાજપ પછી હવે ABVP દ્વારા નિયમોનો ભંગ: રાજકોટમાં પોલીસની હાજરીમાં નિયમો તોડ્યા, પોલીસનું મૌન !
ભાજપ પછી હવે ABVP દ્વારા નિયમોનો ભંગ: રાજકોટમાં પોલીસની હાજરીમાં નિયમો તોડ્યા, પોલીસનું મૌન !
Published on: 09th September, 2025

રાજકોટમાં નિયમો માત્ર જનતા માટે ? ભાજપ નેતાઓ પછી ABVP દ્વારા કાયદાનું ઉલ્લંઘન, પોલીસની હાજરી છતાં કાર્યવાહી નહિં. "Join ABVP" રેલીમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ જોવા મળી, કાર્યકરો બોનેટ પર ચડી નાચતા હતા, જેનાથી જોખમી સ્થિતિ સર્જાઈ હતી. ગઈકાલે હેલ્મેટના નિયમનો ભંગ થયો હતો, આજે પોલીસે ABVP સામે કોઈ પગલાં લીધાં નથી. આથી કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ છે તેવી ચર્ચાઓ થઈ રહી છે.