નર્મદા સમાચાર: ઉપરવાસમાં વરસાદ ઘટતાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટી.
નર્મદા સમાચાર: ઉપરવાસમાં વરસાદ ઘટતાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટી.
Published on: 09th September, 2025

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ રોકાયો, ઉપરવાસમાં વરસાદ બંધ થતાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટી. ડેમના પાંચ દરવાજા બંધ કરાયા અને 50,000 ક્યુસેક પાણી છોડાયું, કુલ 95,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં 90.74% પાણીનો જથ્થો છે. પાણીની આવક ઘટતાં નદી આસપાસના વિસ્તારોમાં રાહત થઈ. ખેડૂતો અને પીવાના પાણીની સમસ્યા દૂર થશે.