ખંભાળિયા: રેસિંગ સ્ટંટ કરતો યુવક ઝડપાયો, લાઈસન્સ વગર વાહન ચલાવતા ડિટેઇન કરાયું.
ખંભાળિયા: રેસિંગ સ્ટંટ કરતો યુવક ઝડપાયો, લાઈસન્સ વગર વાહન ચલાવતા ડિટેઇન કરાયું.
Published on: 09th September, 2025

ખંભાળિયામાં ટ્રાફિક પોલીસે ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રેસિંગ સ્ટંટ કરતા યુવકને પકડ્યો. લાલપુરના ભૂપત વાઘેલાને ખતરનાક રીતે બાઇક સ્ટંટ કરતા ઝડપાયો, તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું. પોલીસે રેસિંગ, ઓવરસ્પીડ અને લાઇસન્સ વગર વાહન ચલાવવા બદલ ગુનો નોંધી વાહન જપ્ત કર્યું. આ કાર્યવાહીથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કડક સંદેશ અપાયો.