ભુજ-માધાપર હાઈવે: શોર્ટ સર્કિટથી આશિષ ટાયરમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, લાખોનું નુકસાન.
ભુજ-માધાપર હાઈવે: શોર્ટ સર્કિટથી આશિષ ટાયરમાં આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, લાખોનું નુકસાન.
Published on: 09th September, 2025

ભુજ-માધાપર હાઈવે પર આશિષ ટાયરની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. દુકાનના માલિક મિરાજ બુધભટ્ટીના જણાવ્યા મુજબ શોર્ટ સર્કિટને લીધે આગ લાગી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવ્યો. લગભગ એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કોઈ જાનહાની થઈ નથી પરંતુ દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.