મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન દ્વારા શિયાળ ગામમાં 10,000 કપડાં અને 1200 બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું.
મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન દ્વારા શિયાળ ગામમાં 10,000 કપડાં અને 1200 બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું.
Published on: 04th August, 2025

મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બાવળાના શિયાળ ગામમાં સેવા કાર્યક્રમ યોજાયો, જેમાં પઢાર જ્ઞાતિના આદિવાસી વિસ્તારમાં 10,000 જેટલાં નવા-જૂના કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, 1200 બાળકોને ચોપડા, પેન, પેન્સિલ જેવી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું. મહાવીર કેર ફાઉન્ડેશન ના બ્રિજેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા સ્વયંસેવકોએ મહેનત કરી હતી.