રૂપેણ નદી બે કાંઠે: સ્થાનિકો અને ખેડૂતોમાં આનંદ, પીવાના પાણી તથા સિંચાઈની સમસ્યા હળવી થવાની આશા.
રૂપેણ નદી બે કાંઠે: સ્થાનિકો અને ખેડૂતોમાં આનંદ, પીવાના પાણી તથા સિંચાઈની સમસ્યા હળવી થવાની આશા.
Published on: 09th September, 2025

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી બહુચરાજીની જીવાદોરી રૂપેણ નદીમાં નવા નીરની આવક થઈ છે. લાંબા સમય બાદ નદી બે કાંઠે વહેતા સ્થાનિકો અને ખેડૂતોમાં હર્ષોલ્લાસ છે. 72 કલાકથી વરસાદી માહોલથી જળાશયો છલકાયા છે અને રૂપેણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 135 km લાંબી આ નદી પીવાના પાણી અને સિંચાઈનો સ્ત્રોત છે. ખેતી તથા પશુપાલન માટે સારા દિવસોની આશા છે.