હિંમતનગરમાં નિવૃત સૈનિકોની રેલીમાં ટોળાએ ટ્રાફિક ચોકીમાં તોડફોડ કરી, પોલીસે FIR નોંધી.
હિંમતનગરમાં નિવૃત સૈનિકોની રેલીમાં ટોળાએ ટ્રાફિક ચોકીમાં તોડફોડ કરી, પોલીસે FIR નોંધી.
Published on: 09th September, 2025

હિંમતનગરમાં નિવૃત સૈનિકોની રેલી દરમિયાન ટોળાએ ટ્રાફિક ચોકીમાં તોડફોડ કરતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે 80 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. 3 સપ્ટેમ્બરે આર્મી જવાન યશપાલસિંહ ઝાલા કેસની રજૂઆત માટે રેલી યોજાઈ હતી. 80 લોકોના ટોળાએ ટ્રાફિક અવ્યવસ્થા સર્જી, 10 લોકોએ ચોકીમાં તોડફોડ કરી રૂ. 5 હજારનું નુકસાન કર્યું. પોલીસે CCTV ફૂટેજ તપાસી આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.