વાંસદાના કિલાદ નાનીવઘઈમાં શોર્ટ સર્કિટથી આગ: ઈકોટુરિઝમ ડોરમેટરીમાં ચાર લાખનું નુકસાન, જાનહાનિ ટળી.
વાંસદાના કિલાદ નાનીવઘઈમાં શોર્ટ સર્કિટથી આગ: ઈકોટુરિઝમ ડોરમેટરીમાં ચાર લાખનું નુકસાન, જાનહાનિ ટળી.
Published on: 09th September, 2025

નવસારીના વાંસદા તાલુકાના કિલાદ નાનીવઘઈના ઈકોટુરિઝમ ડોરમેટરી-2 માં શોર્ટ સર્કિટથી આગ લાગી. 7 સપ્ટેમ્બરની રાત્રે 22:00થી 22:30 વાગ્યા દરમિયાન બનેલી આ ઘટનામાં ડોરમેટરીમાં રહેલા પ્રવાસીઓના મોબાઈલ અને સામાન તેમજ બેડ, પંખા, ટેબલ સહિત કુલ 4 લાખનું નુકસાન થયું છે. સદનસીબે, કોઈ જાનહાની થઈ નથી અને વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.