કચ્છ: શિક્ષકોની ભરતી માટે રજૂઆત, સ્થાનિક શિક્ષકોને પ્રાથમિકતા આપવા સ્વૈચ્છિક સંસ્થાઓની માંગ.
કચ્છ: શિક્ષકોની ભરતી માટે રજૂઆત, સ્થાનિક શિક્ષકોને પ્રાથમિકતા આપવા સ્વૈચ્છિક સંસ્થાઓની માંગ.
Published on: 28th July, 2025

કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ દૂર કરવા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ સહિતે કલેક્ટરને રજૂઆત કરી. 35-40% શિક્ષકોની અછતથી બાળકોનું શિક્ષણ કથળે છે. 4,000+ B.Ed./PTC/TET/TAT પાસ સ્થાનિક યુવાનો નોકરીની રાહ જુએ છે. સ્થાનિક શિક્ષકોને પ્રાથમિકતા આપવા, શાળાઓ બંધ/મર્જર ન કરવા, 3 લાખનું બોન્ડ રદ કરવા અને શિક્ષણાધિકારીઓની કાયમી નિમણૂક કરવા માંગણી કરાઈ. કચ્છ રેવન્યુ આપે છે તો શિક્ષકો કેમ નહીં? કંપનીઓને છૂટ તો સ્થાનિક શિક્ષકોની ભરતી કેમ નહીં?