સુરત પોલીસનો નવતર પ્રયાસ: ક્રાઈમ રેટ કંટ્રોલ કરવા ડોક્યુમેન્ટરી દ્વારા લોકોને ગુનાખોરીથી દૂર રાખવા જાગૃતિ અભિયાન.
સુરત પોલીસનો નવતર પ્રયાસ: ક્રાઈમ રેટ કંટ્રોલ કરવા ડોક્યુમેન્ટરી દ્વારા લોકોને ગુનાખોરીથી દૂર રાખવા જાગૃતિ અભિયાન.
Published on: 12th August, 2025

સુરતમાં વધતા ક્રાઈમ રેટને નિયંત્રિત કરવા, પોલીસે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. જેમાં મારામારી, હત્યા જેવા ગુનાઓને અટકાવવા માટે ડોક્યુમેન્ટરી બતાવવામાં આવે છે. આ ડોક્યુમેન્ટરીમાં ગુના પછીની પરિસ્થિતિ અને ગુસ્સાના પરિણામો દર્શાવવામાં આવ્યા છે. પોલીસ કમિશનર લોકોને શાંતિ જાળવવા અપીલ કરે છે. આ પહેલ ઉધનાથી શરૂ થઈ, અને અન્ય વિસ્તારોમાં પણ ડોક્યુમેન્ટરી બતાવાશે. સુરત પોલીસ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા કટિબદ્ધ છે.