વલસાડમાં શિક્ષણ ક્ષેત્રે મોટી ભરતી: 31 શિક્ષકોને નિમણૂક પત્રો, અત્યાર સુધીમાં 266 શિક્ષક અને 6 આચાર્યની નિયુક્તિ.
વલસાડમાં શિક્ષણ ક્ષેત્રે મોટી ભરતી: 31 શિક્ષકોને નિમણૂક પત્રો, અત્યાર સુધીમાં 266 શિક્ષક અને 6 આચાર્યની નિયુક્તિ.
Published on: 28th July, 2025

વલસાડ જિલ્લામાં શિક્ષણ સહાયક ભરતી-2024 અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે 31 શિક્ષકોને નિમણૂક પત્રો અપાયા. B.A.P.S. અબ્રામા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ડૉ. ટંડેલે શિક્ષકોને સમાજના નાગરિકોને ઘડનાર માર્ગદર્શક ગણાવ્યા. વર્ષ 2025 દરમિયાન વલસાડ જિલ્લામાં તબક્કાવાર રીતે કુલ 266 શિક્ષકો અને 6 આચાર્યની નિમણૂક કરવામાં આવી છે.