દાંડીના દરિયા કિનારે બીજું કન્ટેનર: ગુજરાતના દરિયાકિનારે કેમિકલ ભરેલા હોવાની આશંકા સાથે છ જેટલા કન્ટેનર તણાઈ આવ્યા.
દાંડીના દરિયા કિનારે બીજું કન્ટેનર: ગુજરાતના દરિયાકિનારે કેમિકલ ભરેલા હોવાની આશંકા સાથે છ જેટલા કન્ટેનર તણાઈ આવ્યા.
Published on: 09th September, 2025

નવસારીના દાંડી દરિયાકિનારે વધુ એક કન્ટેનર તણાઈ આવ્યું છે, જેમાં કેમિકલ હોવાની આશંકા છે. Jalalpore પોલીસે આ અંગે કસ્ટમ વિભાગને જાણ કરી છે. અત્યાર સુધીમાં પોરબંદર, મુન્દ્રા, દ્વારકા, મીઠાપુર, માંડવી અને નવસારી જિલ્લાના દરિયા કિનારે કુલ છ જેટલા એક સરખા કન્ટેનર મળી આવ્યા છે. પોલીસ ટેન્કર અને પ્રવાહીની તપાસ કરી રહી છે.