અમદાવાદમાં 27 PIની બદલી: લિવ રિઝર્વ 8 PIને નિમણૂંક
અમદાવાદમાં 27 PIની બદલી: લિવ રિઝર્વ 8 PIને નિમણૂંક
Published on: 23rd February, 2026

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે 27 PIની આંતરિક બદલી અને 8 PIને નવી નિમણૂંક આપી છે. કેમિકલ ચોરી અને જુગારના કેસમાં નિષ્ફળતા બદલ દાણીલીમડા, નારોલ અને દરિયાપુરના PIને કંટ્રોલરૂમમાં ખસેડાયા છે. જ્યારે ચાંદખેડા અને કૃષ્ણનગર જેવા ઇન્ચાર્જથી ચાલતા સ્ટેશનોને હવે કાયમી PI મળ્યા છે. કેટલાક વિસ્તારોમાં વધતા જતા ક્રાઈમને લઈને PIની સક્ષમ પીઆઇને બદલી કરી મૂકવામાં આવ્યા છે. નિષ્ક્રિયતાના કારણે અનેક PIની કંટ્રોલરૂમમાં બદલી શહેરના નારોલ પોલીસ સ્ટેશનમાં એજન્સીની 10 દિવસમાં પાંચ અલગ અલગ રેડ થઈ હતી, જેમાં સ્થાનિક પોલીસની નિષ્ફળ કામગીરી સામે આવતા નારોલ PIની બદલી કરવામાં આવી છે.