અમદાવાદમાં ઈદે મિલાદ ઝુલુસને કારણે આ રસ્તાઓ બંધ રહેશે, કયા રોડથી અવર-જવર કરી શકશો તે જાણો.
અમદાવાદમાં ઈદે મિલાદ ઝુલુસને કારણે આ રસ્તાઓ બંધ રહેશે, કયા રોડથી અવર-જવર કરી શકશો તે જાણો.
Published on: 05th September, 2025

અમદાવાદમાં તા.૦૫/૦૯/૨૦૨૫ના રોજ ઈદે મિલાદ ઝુલુસ નિમિત્તે કેટલાક રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જમાલપુરથી ઝુલુસ નીકળશે અને લાલ દરવાજા થઈ મિરઝાપુર જશે. જમાલપુર ચાર રસ્તાથી ખમાસા, રાયખડ ચાર રસ્તાથી ગોળ લીમડા, પાનકોર નાંકાથી લાલ દરવાજા, ઘી-કાંટાથી લાલદરવાજા અને દિલ્હી ચકલાથી મિરઝાપુર રોડ બંધ રહેશે. AMTS બસો પણ લાલ દરવાજાથી મિરઝાપુર અને રાયખડ થઈને નહીં જઈ શકે. વૈકલ્પિક રૂટ ઉપલબ્ધ છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ફરિયાદ નોંધાશે.