હર ઘર તિરંગા અભિયાન: સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં તિરંગા રેલી, વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ.
હર ઘર તિરંગા અભિયાન: સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં તિરંગા રેલી, વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ.
Published on: 11th August, 2025

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓમાં 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ, દેશભક્તિની ભાવના જગાડવા તિરંગા રેલી, વકતૃત્વ અને ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ. વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો. 'ભારતનો રાષ્ટ્રધ્વજ અને તેનું મહત્વ' વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ, જેમાં બાળકોએ દેશપ્રેમ રજૂ કર્યો. ચિત્ર સ્પર્ધામાં બાળકોએ ત્રિરંગાના વિવિધ સ્વરૂપો દર્શાવ્યા. વિજેતાઓને ઇનામ અપાયા. 'જય હિંદ'ના નારાથી દેશભક્તિનો માહોલ સર્જાયો, સાથે સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી.