સુરેન્દ્રનગર: વઢવાણની દિવ્ય દર્શન સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ રૂ. 74,350ની કિંમતના દાગીનાની ચોરી કરી.
સુરેન્દ્રનગર: વઢવાણની દિવ્ય દર્શન સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ રૂ. 74,350ની કિંમતના દાગીનાની ચોરી કરી.
Published on: 14th August, 2025

વઢવાણમાં પુત્ર બીમાર હોવાથી પરિવાર દવાખાને ગયું હતું, ત્યારે તા. 23મીથી 24મીની વચ્ચે અજાણ્યા શખ્સોએ રૂ. 74,350ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી. આ ઘટના વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલ દિવ્ય દર્શન સોસાયટીમાં બની હતી, જ્યાં ગંગાબેન મકવાણાનો પુત્ર પ્રિન્સ હોસ્પિટલમાં દાખલ હતો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.