સુરેન્દ્રનગર: દિવસભર વાદળછાયું, સાંજે હળવું વરસાદી ઝાપટું.
સુરેન્દ્રનગર: દિવસભર વાદળછાયું, સાંજે હળવું વરસાદી ઝાપટું.
Published on: 14th August, 2025

સુરેન્દ્રનગરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ હાથતાળી દઈ જાય છે. બુધવારે સાંજે વાતાવરણ બદલાયું અને હળવું ઝાપટું પડ્યું, જેનાથી ઠંડક પ્રસરી. આગામી 19મી ઓગસ્ટ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી છે, જેના કારણે જન્માષ્ટમીના મેળાના આયોજકો ચિંતામાં મુકાયા છે.