રાજકોટમાં 24 કલાક ખુલ્લી મોર્ડન લાઇબ્રેરી.
રાજકોટમાં 24 કલાક ખુલ્લી મોર્ડન લાઇબ્રેરી.
Published on: 12th August, 2025

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં 7 કરોડના ખર્ચે મોર્ડન લાઇબ્રેરી બની છે, જે 24 કલાક ખુલ્લી રહેશે. તેમાં 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા છે. સૂર્યપ્રકાશથી પોઝિટિવ વાતાવરણ, ઓટોમેટેડ એન્ટ્રી-એક્ઝિટ, અને ડ્રોપ બોક્સથી બુક જમા થશે. RFID સિસ્ટમથી બુક્સની સુરક્ષા થશે. 5 લાખથી વધુ પુસ્તકો અને વાઇફાઇની સુવિધા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. Fire NOC મળ્યા બાદ લાઈબ્રેરી ખુલશે.