રાજકોટ પોલીસે 29 ભાગેડુઓની યાદી બનાવી; માહિતી આપનારને ઈનામ અપાશે.
રાજકોટ પોલીસે 29 ભાગેડુઓની યાદી બનાવી; માહિતી આપનારને ઈનામ અપાશે.
Published on: 27th March, 2026

રાજકોટ રેન્જના પાંચ જિલ્લાના ખૂન, લૂંટ, બળાત્કાર, NDPS જેવા ગુનાના આરોપીઓ કે જે વર્ષોથી ફરાર છે, તેમની યાદી જાહેર કરાઈ છે. આરોપીની ધરપકડમાં મદદ કરનારને રૂ. ૫,૦૦૦ થી રૂ. ૨૦,૦૦૦ સુધીનું ઈનામ મળશે. માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે. તેઓ બિહાર, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને ઓરિસ્સાના વતની છે.